શાળા-કોલેજો, સામાજિક મંડળો, સંસ્થાઓ, રોટરી, લાયન્સ જાયન્ટ્સ મહિલા મંડળો વગેરેની સભાઓમાં વહેમ-અંધશ્રધ્ધા ઉન્મૂલન સામાજિક સુધારણા વિષે પ્રવચનો વાર્તાલાપ પ્રયોગ નિર્દેશોનો આપવા.
ચમત્કાર કેહવાય તેવી ઘટનાઓ વાસ્તવમા શું છે, કેવી રીતે બને છે તેનું રહસ્ય સમજાવવું તેમાં થતી કરામતો, છેતરપીંડી ખુલ્લા પાડવાં.
જાહેર વાદ સભાઓ, વિચાર ગોષ્ઠિઓ, સેમીનાર ચર્ચાસભા, તાલીમ કાર્યક્રમો, શિબિરોનું આયોજન કરવું.
ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાં આવેલી સમવિચારક તેમજ સમાન ધ્યેયો વાળી સંસ્થાઓ સાથે સંપર્ક અને સહકાર માં કાર્યક્રમ કરવા.
વૈજ્ઞાનિક અભિગમ રેશનાલીસ્ટ બુધ્ધિ યુક્ત વિચારધારા અને વલણો વિકસે તેવા પ્રકાર નું સાહિત્ય તૈયાર કરવું.
દેશની કેન્દ્ર સરકાર ના વિજ્ઞાન તેમજ સંસ્કૃતિક રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસની પ્રવૃતિઓનું ગુજરાત રાજ્યમા સંચાલન કરવાની જવાબદારી ૧૯૯૯-૨૦૧૩ સુધી નિભાવી.
અન્ય પ્રવૃતિઓ, કાળી ચૌદસના દિવસે રાત્રે ૧૨:૦૦ વાગ્યે સ્મશાન ની મુલાકાત લેવી, રાજ્યમા વિજ્ઞાન યાત્રાઓ નું આયોજન કરવું, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષ યોજાતા શાળાકીય વિજ્ઞાન મેળામાં ચમત્કારોની વૈજ્ઞાનિક રીતે સમજ આપતા કાર્યક્રમો યોજવા, પુસ્તકોનું પ્રચાર, વેચાણ કરવા.
ગાયત્રી માતા ના નામે તેમજ પુત્ર કામેષથી યજ્ઞ જેવા નામે થતી પ્રવૃતિઓ કાર્યક્રમો નો વિરોધ કરી બંધ કરાવ્યા હતા.
સાધુ બાવા, માતાજી જ્યોતિષો વગેરે તરફથી છેતરપીંડી ફસામણી અંગે મળેલી અંગે લોક ફરિયાદો ના જવાબ મા આ તરકટોને ખુલ્લા પાડી પોલીસ ફરિયાદ પણ કરી છે.