સત્યશોધક સભા અને નવચેતનાના ઉપક્રમે કાર્યક્રમ - ફૂલે દંપતિ અને સામાજિક ન્યાય. મુખ્ય વકતા નિવૃત્ત કલેક્તર આર.જે.પટેલ અને સપના પાઠકજ. ચર્ચાસભા અને ફૂલે પર ફિલ્મ બતાવી. નવસર્જન, મજૂરા ગેટ પર.
Read Moreરેશનાલિઝમ વિશે લોકો વિચારતા થયા છે, ચર્ચા કરતા થયા છે એ આનંદની બાબત છે. પરંતુ રેશનાલિઝમના મૂળભૂત ખ્યાલો વિશે લોકોમાં હજી પૂરી સ્પષ્ટતા અને સમજ નથી એમ લાગે છે. 'રેશનાલિઝમ' એ કોઈ વાદ નથી. તે ભૌતિકવાદ કે અધ્યાત્મકવાદ કે ધર્મનો કોઈ વિરોધી વાદ નથી. તે બુદ્ધિ, તર્કનો સમાનાર્થી નથી. રેશનાલિઝમ તો એક દૃષ્ટિબિંદુ, વિચારવાનો અભિગમ, વૈચારિક ચળવળ છે. રેશનાલિઝમનો અભિગમ કોઈ પણ સમસ્યા, ઘટના કે ખ્યાલ વિશે વાસ્તવિક પુરાવાઓ, હકીકતોના સંદર્ભમાં તટસ્થ, વસ્તુલક્ષી દૃષ્ટિએ વિચારે છે અને પુરાવાઓના સંદર્ભમાં તર્કબદ્ધ, બુદ્ધિગમ્ય રીતે અનુમાનો તારવે છે. રેશનાલિસ્ટ અભીગમ તત્વવિજ્ઞાનની દૃષ્ટિએ અનુભવવાદ, વાસ્તવવાદ, તર્ક પર આધારિત છે.
Read More