પરદેશોમાં પ્રભાવ
ઈંગ્લેંડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશોમાં જે વર્તમાન પેઢીના વયસ્ક ગુજરાતી નાગરિકો વસે છે તેમોના કેટલાક સત્યશોધક સભાના પ્રચાર સાહિત્ય અને પ્રવૃતિઓથી પ્રભાવિત થઇ રેશનાલિસ્મ વૈજ્ઞાનિક અભિગમના સમર્થક, વહેમ-અનશ્રદ્ધા ના નિર્મૂલન માટે પ્રેરિત થયા છે.
તેઓમાં કેટલાક સત્યશોધક સભાના હોદેદારો સાથે સંપર્ક મા રહે છે. સ.શો સભાના ડૉ બી.એ.પરીખ તેમજ બાબુભાઈ દેસાઈ ને અમેરિકા, ઈંગ્લેંડ પ્રવાસે જવાનું બન્યું હતું ત્યારે કેટલાક શહેરોમાં સ્થાનિક નિવાસીઓ દ્વારા તેમનું સ્વાગત થયું હતું, વર્તાલાપ યોજાયા હતા, દાન મેળવ્યા હતા. સ.શો.સભા રેશનાલિસ્મ સામાજિક સુધારણા, વૈજ્ઞાનિક અભિગમ અને ધર્મ, કોમ, જ્ઞાતિ, નિરપેક્ષ વિચારધારા ધરાવે છે. પ્રજાના તમામ વર્ગોમાં આવકાર પામે છે રેશનાલિસ્મની નિરીશ્વવરવાદી વિચારધારા સાથે સંપૂર્ણ રીતે સહમત નહિ થનારા ઘણા નાગરિકો સભાની પ્રવૃતિઓના પુરસ્કાર તેમજ સમર્થન કરે છે અને પોતાની રીતે મદદ સહાય કરે છે.
સત્યશોધક સભા એક જાહેર નાગરિક સંસ્થા છે તેની પોતાનું મોટું નાણાકીય ભંડોળ એકત્રિત કરવું એવી નીતિ નથી. તેનો વહીવટી તેમજ પ્રકાશન ખર્ચ સભાસદો શુંભેચ્છકો તરફથી મળતા દાનો ઉપર નભે છે. સત્યશોધક સભાને દાન અપાતી રકમ ને સરકાર આયકર વિભાગના નિયમ અનુસાર આપેલા દાન ની રકમ કરમુક્તિ પાત્ર છે. દાનની રકમ ચેક દ્વારા સ્વીકારાય છે.