સ્થાપના: ૧૯૮૦ | રજીસ્ટ્રેશન નં: E2240 (૧૯૮૪)
સુરત એ સમાજ માં વહેમ અંધશ્રધ્ધા ના યમરાજ પ્રચંડ સમાજ સુધારક કવિ નર્મદ-નર્મદાશંકર લાલશંકર દવે (૧૮૩૩-૧૮૮૬) ની કર્મભૂમિ છે. ૧૮૨૯ મા બંગાળના રાજા રામમોહનરાયે સતી વિરોધી કાયદો ઇસ્ટ ઇન્ડિયા કંપની ના રાજકર્તાઓ પાસે પસાર કરાવ્યો તે ઘટનાથી સમસ્ત ભારતમાં નવા યુગ, ના નવજાગરણ ના યુગ મંડાણ થયાં, આજ સમયગાળામાં ગુજરાતમાં સુરત મા કવિ નર્મદ દુર્ગારામ મહેતા, અમદાવાદમાં કવિ દલપતરામ, મુંબઈમાં કરસનદાસ મૂળજી વગેરે આ નવા યુગના વાહકો હતા.
સુરતની આ ભૂમિમા આ રીતે સમાજ સુધારણાના શરૂ થયેલા પ્રવાહો નિરંતર વહ્યા રહયા છે. ગુજરાતમાં શિક્ષણ ના ક્ષત્રમાં પહેલ કરનારાઓમાં વડોદરાના ગાયકવાડના પછી સુરત આગળ હતું.
આ સુરતમાં ૧૯૭૯ ના ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં વર્તમાન પત્રમાં સમાચાર આવ્યા કે સુરત-ડુમસ રોડ ઉપર આવેલા પુરાણા રૂંઢનાથ મહાદેવના મકાનના જીણોધ્ધાર માટે નાણા એકત્ર કરવા ૮૦ લાખના ખર્ચે રાધા ગોલોક યજ્ઞ થવાનો છે. આ સમાચાર વાંચી સુરતના પ્રબુધ્ધ જાગૃત નાગરિકોમાં યજ્ઞ ના નામે થનારા ગુનાહિત ખર્ચ પરત્વે ચિંતા અને આક્રોશથી લાગણીઓ પેદા થઇ, આ જ દિવસોમાં સુરતની એમ.ટી.બી આર્ટસ કોલેજના અધ્યાયક્રમ માં ચર્ચા વિચારણા થતી હતી અને કોલેજના સભા ખંડમાં નાગરિકોની જાહેર સભા યોજવાની જાહેરાત કરી. આ સભામાં સુરતના જુદા-જુદા ક્ષેત્રના કેટલાક અગ્રણી, નાગરિકો સહીત સભાખંડ ભરાઈ ગયો હતો અને આ સભામાં નક્કી થયા મુજબ.
સુરતના નાગરિકોની જાહેર સભા ગોપીપરામાં આવેલા શ્રીમતી એનીબિસન્ટ હોલમાં બોલાવામાં આવી. આ સભામાં યજ્ઞ કરવા વિષે ધાર્મિક, શાસ્ત્રીય ઔચિત્ય વિષે વિવાદ-ચર્ચા કર્યા પછી ૬ નાગરિકોએ આ યજ્ઞનો વિરોધ કરે છે. એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઉગ્ર વિરોધના પરિણામે યજ્ઞની કાર્યવાહી અતિ મંદ, લગભગ બંધ જેવી થઇ ગઈ, સુરતને કવિ નર્મદ અને દુર્ગારામની વારસામાં મળેલી સમાજ સુધારક વિચારણા નું આ પરિણામ હતું.
સામાજિક-ધાર્મિક અનિષ્ટો સામે સુરતની પ્રજાનો આ આક્રોશ તેમજ પ્રગતિશીલ સુધારાવાદી લાગણીઓના પુન-પ્રવાહને એક વ્યવસ્થિત સંસ્થામા રૂપમાં વાળવો જોઈએ એવો વિચાર સુરતની કોલેજના બે અધ્યાપકો એમ.ટી.બી આર્ટસ કોલેજ ના ડૉ બી.એ.પરીખ તેમજ સર કેપી કોલેજ ઓફ કોમર્સના શ્રી બી.ડી દેસાઈ ને આવ્યો. બન્નેએ ભેગા મળી યજ્ઞ વિરોધ ના સમર્થક અને જાહેર સભાના પ્રમુખ ગાંધીવાદી વિચારણાને વરેલા શ્રી ગોરધનદાસ ચોખાવાળાને મળ્યા અને એક નવું મંડળ સ્થાપવાનો પ્રસ્તાવ રજુ કર્યો સુરતના કેટલાક સમવિચારક નાગરિકો સાથે મળી વિચારણા કરી એક મંડળ સ્થાપવાનો વિચાર કર્યો અને સત્યશોધક સભા નામે મંડળ સ્થાપવાનું નક્કી કર્યું (૧૯૮૦) આ મંડળના પ્રમુખ તરીકે શ્રી ગોરધનદાસ ચોખાવાળા તેમજ મંત્રીઓ તરીકે ડૉ બી.એ.પરીખ તેમજ પ્રો બી.ડી.દેસાઈ ને જવાદારી સોંપી, અને એક જાહેર સંસ્થા તરીકે સત્યશોધક સભા ની સંસ્થા ના કાયદા કાનૂનો હેઠણ નોંધણી કરાવવાનું નક્કી કર્યું, અને સત્યશોધક સભા એક જાહેર સંસ્થા તરીકે નોંધણી થઇ. નોંધણી નં: E-2240. ૧૯૮૦ માં શરૂ કરવામાં આવેલી સત્યશોધક સભા ને આજે ૨૦૨૧ માં ૪૧ વર્ષ થયા છે.