૧૯૮૪ માં પ્રથમ વાર નડિયાદમાં ગુજરાતમાં રેશનાલિસ્મના ચાહકો તેમજ સમર્થકોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું.
રેશનાલિસ્મની વિચારધારા તેમજ પ્રવૃતિઓને વ્યવસ્થિત આકાર આપવા માટે રેશનાલિસ્મનું ગુજરાત વ્યાપી સંસ્થા મંડળ હોવું જોઈએ તેવું નક્કી થયું તેથી ગુજરાત રેશનાલીસ્ત એસોસિએશન ની સ્થાપના કરવામાં આવી.
વળી મુંબઈ માં ગુજરાતી નાગરિકો માં કેટલાક સમાજ સુધારાવાળી રેશનાલિસ્મ ની વિચારધારા તેમજ પ્રવૃતિઓના સમર્થક હતા તેઓએ તેમના સાથે જોડાવાનું પસંદ કર્યું અને પરિણામે ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન ની સ્થાપના કરવામાં આવી. સત્યશોધક સભાએ ૧૯૯૦ તેમજ ૧૯૯૭ મા તમામ રેશનાલિસ્ટ કાર્યકરોનું સંમેલન નું આયોજન સુરત મા કર્યું હતું. સત્યશોધક સભાની સ્થાપનાને ચાલીસ (૪૦) વર્ષ પુરા થયા છે અને રેશનાલિસ્ટ શેત્રમા અંતરાષ્ટ્રીય કદર સ્વીકૃતિ મળી છે.