રમણ-ભ્રમણ સુવર્ણ ચંદ્રક
પ્રો રમણભાઈ પાઠક ગુજરાતમાં રેશનાલીસ્મના (આદ્ય) પ્રચારક, સમર્થક, સુરતના દૈનિક ગુજરાત મિત્રળ ૩૫-૪૦ વર્ષ સુધી અઠવાડિક કોલમ, તેમજ મુંબઈના અખબાર કોલમ સંશય ની આરાધના દ્વારા ગુજરાત તેમજ મુંબઈમાં હજારો વાચકોને વૈજ્ઞાનિક અભિગમ, રેશનાલિસ્મ ની વિચારધારના થી પરિચિત ને પ્રેરિત કર્યા છે.
૧૯૯૭ માં તેમને ૭૫ વર્ષ પુરા થયાં તે નિમિતે પ્રસંશકોએ તેની ઉજવણી કરી અને રેશનાલિસ્મ પ્રચારક તારીક્ર સુવર્ણચંદ્રક શ્રી બાબુભાઈ ડી. દેસાઈ ને આપવામાં આવ્યો સુવર્ણચંદ્રક રમણ-ભ્રમણ, રમણભાઈ પાઠક ના નામે આપવાનું ચાલુ કર્યું તેની જવાબદારી સત્યશોધક સભાએ સ્વીકારી દર વર્ષ રમણ-ભ્રમણ સુવર્ણ-ચંદ્રક રેશનાલિસ્મ સનિષ્ઠ પ્રચારકોને અપાય છે. સુવર્ણચંદ્ર આપવા માટે નીતિ નક્કી કરી છે કે એક વર્ષ સત્યશોધક સભા ના કાર્યકરને મળે બીજા વર્ષે ગુજરાત-મુંબઈ માંથી રેશનાલિસ્મ ના પ્રચારક-સમર્થક ને મળે. આજ દિન સુધીમા કુલ (૨૧) વ્યક્તિઓને રમણ-ભ્રમણ સુવર્ણ-ચંદ્રક અપાયા છે.